રાહુલ ગાંધીને અમદાવાદની કોર્ટે ફરી સમન્સ પાઠવ્યું, નવ ઓગસ્ટના રોજ હાજર રહેવા આદેશ -ગુજરાત સમાચાર

અમદાવાદ, તા. 9 જુલાઇ 2019, મંગળવાર

લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહને હત્યારો કહેવા બદલ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને અમદાવાદની એક કોર્ટે સમન્સ પાઠવ્યો છે.

મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ચૂંટણી રેલીના સંબોધનમાં રાહુલ ગાંધીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને હત્યારા ગણાવ્યા હતા જેને લઈને આજે અમદાવાદ કોર્ટએ રાહુલ ગંધીને બીજી વખત સમન્સ મોકલાવી ઓગષ્‍ટ મહિનામાં હાજર રહેવા આદેશ આપ્યો છે.

આની પહેલાં કોર્ટે 9 જુલાઇ એટલે કે આજે કોર્ટમાં હાજર રહેવા માટે લોકસભાના એડ્રેસ પર સમન્સ મોકલાવ્યું હતું પરંતુ લોકસભા અધ્યક્ષે સમન્સ રાહુલ ગાંધીના અંગત એડ્રેસ પર મોકલવાનું કહ્યું હતું માટે કોર્ટએ આજે બીજી વખત સમન મોકલાવ્યું.

ઉલ્લેખનીય છે કે ભાજપના સ્થાનિક કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહમભટ્ટે કેસ કરીને આરોપ લગાવ્યો હતો કે 23 એપ્રિલના રોજ ચૂંટણી રેલીને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ અમિત શાહનું જાહેરમાં અપમાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટરમાં CBIની કોર્ટએ પહેલાં જ અમિત શાહને ક્લિનચીટ આપી દીધી છે. 30 એપ્રીલના રોજ વાદી પક્ષના વકીલએ દલીલ કરી હતી કે જબલપુરમાંની સભાનું જીવંત પ્રસાણ ટીવીમાં કરાતા રાહુલ ગાંધીના ભાષણને અમદાવાદ સહિત સમગ્ર દેશના સાંભળ્યું હતું માટે અહીંયા આ કેસ દાખલ કરી શકાય.

For more detail Click on
https://www.gujaratsamachar.com/news/madhya-gujarat/rahul-gandhi-hsa-been-summoned-by-an-ahmedabad-court