અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂ.30નો વધારો, 1200 દૂધમંડળીઓના 6 લાખ દૂધ ઉત્પાદકોને ફાયદો થશે- Divyabhaskar.com

આણંદ: અમૂલડેરી દ્વારા આગામી 11મી જુલાઇથી દૂધના ખરીદભાવમાં કિલો ફેટે રૂ. 30નો વધારો કરવામાં આવ્યો છે. જેથી દૂધનો જૂનો ખરીદ ભાવ કિલોફેટે 660 હતો તે વધીને રૂ.690 થયો છે. આથી ખેડા-આણંદ અને મહિસાગર જિલ્લાની 1200 દૂધમંડળીઓ સાથે સંકળાયેલા છ લાખ પશુપાલકોને ફાયદો થશે. જ્યારે બીજી બાજુ અમૂલડેરી દ્વારા અમૂલ પશુદાણમાં 11મી જુલાઇથી કિલોએ સવા રૂપિયાનો ભાવવધારો પણ કરાયો છે. જો કે, છેલ્લા ત્રણ માસમાં દૂધના ખરીદ ભાવમાં પાંચમીવાર ભાવવધારો કરાયો છે.